ધરમપુર: વર્તમાન સમયમાં અમુક આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો પોતાની માળખાકીય સુવિધાથી વંચિત જોવા મળે છે ત્યારે ધરમપુર તાલુકાના છેવાડે આવેલા જાગેરી ગામમાં જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા વસ્ત્રવિતરણ કાર્યક્રમ યોજાયો.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ જાયન્ટ્સ પ્રમુખ ડૉ. આશા ગોહિલ, દેવરાજ કરદાણી, જગદીશ આહીર, સંગીતા પ્રજાપતિ, હાર્દિક પટેલ દ્વારા આયોજિત જેમાં હેમ આશ્રમ જાગીરીના બાળકો માટે 30 જેટલી ચાદર પ્રશાંત ઉપાધ્યાય તરફથી ભેટ મળી હતી.
આ પ્રસંગે જાગીરીના બાબલભાઈ, શીતલ ગાડર, આચાર્યશ્રી પ્રભુભાઈ તથા સ્ટાફના સહકારથી 35 જેટલાં ગ્રામજનોને ઉપયોગમાં લઈ શકાય એવાં કપડાં વિતરણ કરવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં શીરીન વોરા અને દીપા પાનવાલlની મદદ મળી હતી.

