વાંસદા:  આ વખતે વાંસદા-ચીખલીની 177 બેઠક પર ત્રી- પક્ષીય ચુંટણી થનાર છે ત્યારે પહેલી વખત ચુંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ કસર બાકી માંગતા નથી એવી લોકો સામે મુદ્દાઓની રાજનીતિ કરવા લાગ્યા છે એવા દિવસે દિવસે દ્રશ્યો સામે આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે થોડા મહિના બાકી છે ત્યારે વાંસદાના ગામોમાં આમ આદમી પાર્ટીએ કમરકસીને ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ગતરોજ વાંસદાના બોરીયાછ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગેરંટી બાદ હવે ડોર ટુ ડોર કેમ્પેઇન (AAP door to door campaign ) કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ આવી રહી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ભૂતપર્વ TDO દિનેશભાઈ પટેલ Decision Newsને જણાવે છે કે આમ આદમી પાર્ટી પ્રથમ તબક્કામાં મહિલા, રોજગાર અને વીજળી મુદ્દે ગુજરાતના દરેક ગામડામાં જશે. અને ત્યાં લોકો સાથે મળી ગેરંટી કાર્ડ આપવામાં આવશે. જેમાં દરેકના રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ રજિસ્ટ્રેશન બાદ દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ પણ આપવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા માત્ર 3 મહિનામાં જ આ તમામ ગેરંટી પૂર્ણ કરવામાં આવશે.