વલસાડ: આજ તારીખ 17.09.2022ના રોજ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામ માં C.P.I(M-L) પાર્ટીની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત રાજય પ્રભારી કોમરેડ રંજન ગાંગુલીએ આદિવાસીઓના હક્કની વન અધિકાર કાયદાની પેસા કાનુન સમતા કાયદા પર ચર્ચા કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત રાજયના આદિવાસી સમજ ખરાબ પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણી લડવાની ચર્ચા કરવામાં આવી આવનાર વિધાનસભાની ચૂંટણીમા કપરાડા તથા ધરમપુર તાલુકા કોણ ઉમેદવારી કરછે આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજય કમેટી સચિવ કોમરેડ અમિત પાટણવાડિયાએ પણ આદિવાસીઓ પર થતો અત્યાચાર,શોષણ પર ચર્ચા કરી હતી તેમજ સંગઠન મજબુત કરી આદિવાસીઓના હક્ક લડીને લેવાની ચર્ચા કરવામાં આવી હતી તથા આવનાર વિધાનસભાની ચૂંટણી શા માટે લડવી તે વિષય પર ચર્ચા કરી હતી.
વલસાડ જિલ્લા સચિવ કમલેશ એસ ગુરવએ વલસાડ જિલ્લાના આદિવાસીઓ પર શોષણ અને ગામડાઓમા રસ્તા, પાણી, તથા આદિવાસી વિકાસની વાતો કરતા આવ્યા છે પણ વિકાસ થયો એમ કહેવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકા સચિવ આનદ બારાત એ પણ આદિવાસીઓની હક્ક અધિકાર વિષે ચર્ચા કરી હતી આદિવાસી સમજ હર કોઈ સમસ્યા પર સાથ આપવાની તથા તમામ કામ સાથે રહીને કરવાનું જણાવ્યું હતું. આ બેઠક મા A.S.M કપરાડા પ્રમુખ કૉ.રાજુભાઈ વરઠા A.S.M ધરમપુર તાલુકા પ્રમુખ સુરેશભાઈ ગાયકવાડ
તથા મોટી સંખ્યામાં કાર્યકરતા હાજર રહ્યા હતા.

