વાંસદા: ગતરોજ વાંસદાની પ્રતાપહાઈસ્કુલ ખાતે રાષ્ટ્રીય ફાઈલેરીયા નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત TAS – II (ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે) પ્રોગ્રામ અંતર્ગત ૮૦ બાળકોના લોહીની તપાસ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાષ્ટ્રીય ફાઈલેરીયા નિર્મુલન અંર્તગત TAS – II (ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે) ગતરોજ નવસારી જિલ્લામાં વાંસદા ની પ્રતાપહાઈસ્કુલ ( પ્રાથમિક વિભાગ ) ખાતે રાષ્ટ્રીય ફાઈલેરીયા નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત TAS – II (ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે) પ્રોગ્રામ અંતર્ગત ૮૦ બાળકોના લોહીની તપાસ કામગીરી કરવામાં આવી હતી.

જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રમોદ પટેલ, મેડીકલ ઓફિસર ડો.પ્રશાંત પટેલ, શાળાના આચાર્ય શ્રી સંદિપભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર કમલેશ પટેલ અને શાળાના શિક્ષકો, પ્રા.આ.કેન્દ્રના લેબ.ટેક, સી.એચ.ઓ, આર.બી. એસ.કે સ્ટાફ, પ્રા.આ.કેન્દ્ર મહુવાસ ના ફી.હે.વ અને મ.પ.હે.વ વગેરે કાર્યક્રમમાં હાજર રહયા હતા.