વાંસદા: આ લખાય રહ્યું છે ત્યારે ગુજરાતમાં ઘણા સરકારી અર્ધસરકારી અને વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તેમાંનું એક ગ્રામિણ ગુજરાતના ઉત્થાનમાં કામ કરતી આશા બહેનોનું પણ આદોલન ચાલુ છે ત્યારે આજે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે તેમના આંદોલનને ટેકો જાહેર કરી તેઓ આ આંદોલનના સમર્થનમાં આવ્યા છે આવો જોઈએ તેમણે આજે વાંસદા ખાતે શું કહ્યું..

જુઓ વિડીયો..

હાલમાં આશા બહેનો પડતર માંગોમા લઘુતમ વેતન મુજબ ફિકસ પગાર ૧૮૦ દિવસે વેતન મેટરરીટી લીવ, સહિતની માંગણીઓ ઈન્સેટીવ પ્રથા બંધ કરો ફિકસ પગાર, અને આશાવર્કર બહેનો દ્વારા આરોગ્ય વિભાગમાં ડીલેવરી, કુટુંબ નિયોજન, ઓપરેશન કેમ્પો, મમતા દિવસ, મેલેરીયા વગેરે કામગીરી મર્યાદા બાંધવી, નોકરી દરમિયાન કામના કલાકો કાર્યક્ષેત્ર નક્કી કરવા, એપીએલ, બીપીએલનો ભેદભાવ ન પાડવા આવે, સમાન વેતન, આશાવર્કર અને ફેસીલેટર બહેનોને કાયમી ધોરણે નિમણુંક વગેરે માંગને લઈને આંદોલન કરી રહી છે.