નવીન: અત્યાર સુધીમાં તમે.. ઈલેકટ્રીક કાર, ઈલેકટ્રીક બાઈક, ઈલેકટ્રીક બસનું નામ તો સાંભળ્યું હશે હવે દુનિયાની પહેલી ઈ-ફલાઈટ સેવા શરૂ થવા જઈ રહી છે. સ્વીડનમાં બનેલા આ ઈલેકટ્રીક વિમાનનો સૌથી પહેલા ઉપયોગ કેનેડાની એર લાયન્સમાં થશે.
માધ્યમોમાંથી મળેલી માહિતી મુજબ ઈ-ફલાઈટને ‘ઈએસ-30’ ઈલેકટ્રીક એરક્રાફટ નામ આપવામાં આવ્યું છે. આ ઈ-ફલાઈટ એક વખત ચાર્જ થયા બાદ 200 કિલોમીટર સુધી ઉડી શકે છે. આ ઈ-ફલાઈટમાં 30 યાત્રીઓની બેસવાની ક્ષમતા છે તે 20 હજાર ફૂટ ઉંચે ઉડી શકે છે. એક વખતમાં 200 કિ.મી.ની યાત્રા કરી શકે છે.
કંપનીના સાઈટના માઈકલ રુસોએ જણાવ્યું હતું કે શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ આ પગલું છે અમે 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને નકકી કર્યું છે. આ વિમાનોને કેનેડા એર લાઈન્સના બેડામાં સામેલ કરવાના લક્ષ્યની નજીક સરળતાથી પહોંચી શકશું. શરૂઆતમાં કંપની આવા ઓછા વિમાનોનું ઉત્પાદન કરશે.