ચીખલી: છેલ્લા ઘણાં સમય થી ધરમપુર-રૂમલા-ખુડવેલ-રાનકુવા-ટાંકલ માર્ગ પરથી ભારે થી અતિભારે ટ્રાન્સપોર્ટના લાંબા ટ્રકો અને અન્ય વાહનો પસાર થઇ રહ્યા હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારની જનતાને અવર-જવરમાં મુશ્કેલીઓ અને જીવનું જોખમ ઉભું થયાનું લોકો જણાવી રહ્યા છે.

જુઓ વિડીયો..

Decision News સાથે સ્થાનિક આગેવાનો વાત કરતા જણાવે છે કે આ મોટા વાહનો ટોલ ટેક્ષ બચાવવા ગ્રામ્યવિસ્તારો માંથી પસાર થઇ નેશનલ હાઇવે નંબર 48 માં જોડાય છે, (હા..હાઇવે પર ટ્રાફિક/અકસ્માતના સમયે ગ્રામ્ય વિસ્તાર માંથી થોડા સમય માટે પસાર થાય એનો કોઇ બાધ નથી) પણ સતત આ વાહનોની અવર-જવર સ્થાનિક સ્તરે લોકોના મનમાં મોતની આભા ઉભી કરી છે.

વારંવાર અકસ્માતો સર્જાય છે અને થોડા જ સમય પહેલા નિર્દોષ વ્યક્તિઓ મોતનો ભોગ બન્યા હતા, આવી દુર્ધટના અટકાવવા માટે આજરોજ BTTS ના આગેવાનો દ્વારા નવસારી કલેકટર શ્રી, નવસારી SP સાહેબ અને RTO અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને આગેવાનોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ સમસ્યાનો હલ ન કરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.