ચીખલી: પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત સારવણીના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળા સારવણી મુકામે આયોજિત રક્તદાન કેમ્પનું ઉદઘાટન ડૉ. સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
વર્તમાન સમયમાં બ્લડ ની અછત ઘણી વર્તાય છે. અને ઘણા યુવક યુવતી ઓ બેરોજગાર રોજગારી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને પરીક્ષાની તૈયારી માટે ઘણે દૂર સુધી જવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે. એને ધ્યાને લાયબ્રેરી બનાવવા ના હેતુ થી રેમ્બો વોરિયર્સ ગ્રુપ થકી વલસાડ બ્લડ બેંક દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૨ જેટલી બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ગામના સરપંચ શ્રી. હિતેશભાઈ અને આયોજક મિત્રો હિતેશભાઈ, ધર્મેશભાઈ, હિતેશભાઈ, ભીખુભાઈએ પણ બ્લડ ડોનેશન કરી શરુઆત કરી હતી.
રેમ્બો વોરિયર્સ ધરમપુરની અનોખી પરંપરા મુજબ ગામની દીકરી રશ્મિકાબેન હિતેશભાઈ પટેલ (B.E ઇલેક્ટ્રિક એન્જિનિયર ) નું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉ. સૌરભ પટેલ, ડૉ.શ્રેયા પટેલ, હિતેશ પટેલ સરપંચ સારવણી, અનિલ પટેલ R.O વાપી, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયેશ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર, જયંતિ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી ધરમપુર, ધીરુ ભાઈ પટેલ, સુમિત્રાબેન પટેલ શિક્ષક, રાજેશ પટેલ શિક્ષક, રાકેશ પટેલ આચાર્ય સારવણી પ્રા. શાળા વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ પટેલ સરપંચ સારવણી, નટુભાઈ ડે.સરપંચ, મનોજભાઈ, ભીખુભાઈ, હિતેશ પટેલ, ધર્મેશભાઈ, વિરલભાઈ, બક્લેશભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

