વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના રાયબોર ગામમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી. શાંતુભાઇ ગાવિતની અધ્યક્ષતામાં અને માજી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ ગામીત, સાહેબના હસ્તે પંડિત દીન દયાલ સસ્તા અનાજની દુકાન આઝાદીના વર્ષો પછી વાંગણ ગામથી છૂટી પાડી પહેલી વખત રાયબોર પેટા તરીકે ચાલુ કરી અનાજનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શાંતુભાઇ ગાવિત, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બાપજુભાઈ ગાયકવાડ, આદિજાતિના ઉપાધ્યાય અને માજી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ ગામીત, સાહેબના હસ્તે સસ્તા અનાજ ની દુકાનનું લોકાર્પણ કરવામા આવ્યું.આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ નો રાયબોર ગામ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચશ્રી જ્યંતિભાઈ બિરારી, ભાજપના કિસાન મોરચાના મહામંત્રી શ્રી દલુભાઈ પાડવી, માજી સરપંચ શ્રી રમેશભાઈ ગાયકવાડ, તા.પં સભ્ય પરશુભાઈ, સરપંચ સુરેશભાઈ પાડવી રામભાઈ, માજી સરપંચશ્રી જીતુભાઇ પાડવી, રાયબોર ગામ આગેવાન મોતીરામભાઈ, ચન્દ્રકાન્તભાઈ, ભાનજુભાઈ, સોનુભાઈ, મગનભાઈ, હરસીંગભાઇ તેમજ દુકાન સંચાલક શ્રી ભાયલુભાઈ ગાવિત દલુભાઈ સિંગળમાળ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બાપજુભાઈ ગાયકવાડ એ જણાવ્યું કે પહેલા રાયબોર ગામ ના સ્થાનિક આગેવાનો એ મને રજુઆત કરી હતી કે આમારે રાસન લેવા માટે 12 થી 15 કી.મી વાંગણ જવું પડે છે એમની રજુઆત ઘ્યાનમાં લઈ રાજ્યના પુરવઠા મંત્રી શ્રી નરેશભાઈ પટેલને રજુઆત કરતા તાત્કાલિક જાહેરાત કરી કે રાયબોર ગામને સસ્તા અનાજની દુકાન પેટા તરીકે અલગ કરી આપવામાં આવી. આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો રાયબોર ગામ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

