કપરાડા: વલસાડમાં કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ સુથારપાડામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા ફાળવાયેલા 2 ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સિનિયર ડો.મહેન્દ્ર શિંદેના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું.
ડો.શિંદેએ Decision Newsને જણાવ્યું કે તાલુકામાં ડાયાલિસિસ સુવિધા જરૂરિયાતમંદ.લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે .અગાઉ સ્થાનિક લોકોએ ડાયાલિસિસ ની જરૂર સામે વલસાડ વાપી સુધી જવું પડતુ હતું તેમાંથી હવે મુક્તિ મળશે. કપરાડા CHC ખાતે હાલે બે યુનિટ ડાયાલિસીસ મશીન ફાળવવામાં આવ્યા હતા .અને થોડા સમય બાદ ત્રીજું યુનિટની પણ શરૂઆત થશે તેવું જાણવા મળ્યું છે.
આ ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ પ્રસંગે સી.એચ. સી કપરાડાના તબીબ. ડો હેતલ ધિત, સ્ટાફ અને અન્ય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.