ગણદેવી: ઇન્ડિયન મેડિકલ એસોસિએસન- વલસાડના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નીરવ પટેલ ઉપરાંત સમસ્ત આદિવાસી સમાજ-બીલીમોરા અને નિરાલી કેન્સર હોસ્પિટલ, નવસારીના સંયુક્ત ઉપક્રમે વુડ પેપર્સ પ્રાથમિક શાળા, આંતલિયા ખાતે ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં નિરાલી હોસ્પિટલની આર.એમ.ઓ. તબિબ ડો.નેહાબેન સુરતી અને પી.આર.ઓ.પ્રિતેશ વઘાસીયાની ટીમ દ્વારા 25 જેટલાં દર્દીઓના કેન્સરની નિદાનની પ્રક્રિયા થઇ. અને સુગર પણ વિનામુલ્યે ચકાસી આપવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપા-કોંગ્રેસના હોદ્દેદારો અર્ચનાબેન સોલંકી, દિપકભાઈ આહીર, અશ્વિનભાઇ પટેલ, આંતલિયા ગામના સરપંચ ભાવનાબેન પટેલ, ઉપસરપંચ જયેશભાઇ પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા જણાવ્યું કે જુઓ વિડીયો..

નિરાલી હોસ્પિટલના તબિબ ડો.સુરતી દ્વારા જણાવવામાં આવ્યું કે બીલીમોરામા અમારી હોસ્પિટલનો આ બીજો કેમ્પ છે.લોકો કેન્સર એટલે કેન્સલ સમજી લેતા હોય છે,પરંતુ સમયસર નિદાન થવાથી ઘણા કેન્સરનો ઈલાજ શક્ય છે. આજે અમે ઘણા નિદાનો કર્યા એની અમને ખુશી છે.

આયોજક હિમાંશુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી કંઈક સારુ કરવાની ઈચ્છા હતી જેનું માધ્યમ અમારી ટીમ સાથે ડો.નિરવભાઈની ટીમ અને નિરાલી હોસ્પિટલની ટીમ બની તેનો અમને અનેરો આનંદ છે. આજે દૂરદૂરથી દર્દીઓ આવ્યા જેમાં માનકુનીયા, વાંસદાથી આવેલા દર્દીને વાંસદા કોટેજ હોસ્પિટલના ડો.મોહિનીબેન અને ડો.પ્રજ્ઞેશભાઈ દ્વારા બાયોપ્સી લઇ આપવાની અને બાકીની સારવાર નિરાલી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા વિનામૂલ્યે કરી આપવાની જાહેરાત કરી આપવામાં આવી અને બાકીનો ઉપરનો જે કંઈ ખર્ચ આવે તે અમે ઉઠાવીશું.

આયોજકો હિમાંશુભાઈ પટેલ સહિત બીલીમોરાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ કિરણભાઈ, શંકરભાઇ, અરુણભાઈ, જયેશભાઇ, મનીષભાઈ, કીર્તિભાઇ, સ્વસ્તિકભાઈ, મનુભાઈ મોરાર અને એમની ટીમ દ્વારા આગંતુક મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.