વાંસદા: યુવતીઓ જ્યારે પોતાના ઘરમાં જ સલામત ન હોય તો બહારની શું વાત કરવી.. હાલમાં જ વાંસદા તાલુકામાં વાસના ના ભૂખ્યા કાકાએ સગી ભત્રીજી પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતાં જ સમગ્ર પથંકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
એવું જાણવા મળ્યું છે કે વાંસદામાં એક ઘરમાં 19 વર્ષીય યુવકે ટીવી જોવા આવતી પોતાની જ સગી ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે બાળકીને ગર્ભવતી બની જતાં પરિવારજનોએ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર વિસ્તારમાં આ ઘટનાએ હલચલ મચાવી દીધી છે ત્યારે હાલમાં વાંસદા પોલીસે આરોપીને ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ત્રોત: ABP અસ્મિતાનો અહેવાલ.

