વાંસદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ વાંસદા તાલુકાના સુખાબારી ગામમાં ગેરંટીકાર્ડનું ડોર ટુ ડોર કેમ્પઈન શરૂ કર્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી છે તે માટે રજિસ્ટ્રેશન કરી ગેરંટી કાર્ડ લોકોને આપવામાં આવી રહ્યા છે આજરોજ વાંસદા તાલુકાના સુખાબારી ગામમાં ગેરંટીકાર્ડનું ડોર ટુ ડોર કેમ્પઈન શરૂ કરવામાં આવ્યું હતું. ગેરંટી કાર્ડમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મહિલા, રોજગાર, વીજળી, આરોગ્ય, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, તીર્થયાત્રા, પંચાયત, ખેડૂતો, શિક્ષણ વગેરેને લઈને ગેરંટી આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના માંડવખડકના સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ પટેલે લોકોને જણાવ્યું કે 10 લાખ નોકરીઓ અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 3000 ભથ્થું આપવામાં આવશે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી કાર્યકર્તાઓ ડોર ટુ ડોર કેમ્પઈન કરી રહ્યા છે. ગુજરાતમાં સરકાર બનતાં ત્રણ મહિનામાં ગેરંટી પુરી કરવામાં આવશે.

