ધરમપુર: ધરમપુર તાલુકાના વાવ બિરસામુંડા સર્કલ પાસે બેસાડેલ ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમા ખંડીત થયા હોવાથી બાબતે ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજુવાત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેને લઈને આજે ફરી એકવાર રજુવાત કરવામાં આવી હતી.
કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે 9 મી ઓગસ્ટ એ ધરમપુર વાવ બિરસામુંડા સર્કલ પાસે બેસાડવામાં આવેલ ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમા ખંડીત હોય જે બાબતે 25 ઓગસ્ટ 2022 દિને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને આજે 22 દિવસ થઈ ગયા હોય છે તેમ છતાં ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જો આવનાર દિવસમાં ધરમપુર આદિવાસી સમાજ દ્રારા એ જ જગ્યાએ ક્રાંતિકારી બિરસામુંડાજીની બીજી પ્રતિમા મુકવામાં આવ છે જેની નોંધ લેવી.
હાલમાં પણ અગાઉ લેખિતમાં જાણ કરી હતી તેનો કોઈ જવાબ મળેલ નથી અને આમારા ક્રાંતિકારી બિરસામુંડાજીની પ્રતિમા ખંડીત છે જેનાથી આદિવાસી સમાજની લાગણી દુભાય રહી છે બાબતે હવે આદિવાસી સમાજ ચુપ નહિ રહે એ નક્કી છે.

