વાપી: આજરોજ વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેણે લઈને કંપનીમાં અફરાતફરી મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની સુપ્રીત કેમિકલ કંપનીમાં સવારે 8 વાગ્યાના સમયે અચાનક આગની જ્વાળા ફાટી નીકળતા કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરંતુ સમયસર ફાયરને જાણ કરતાં આગ પર કાબુ મેળવી લેવામાં આવી હતી.
સતત બે કલાક સુધી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક લાગેલી આગમાં હાલમાં કોઈ જાનહાની થયાની જાણવા નથી મળ્યું. આ આગની ઘટનામાં કંપનીના કામદારો દ્વારા કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

