દક્ષિણ ગુજરાત: ભારતીય ટ્રાયબલ પાર્ટીએ હાલમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ સાથેના ગઠબંધનનો છેડો ફાડયો છે ત્યારે આજે BTP સુપ્રીમો છોટુભાઈ વસાવાએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની તમામ આદિવાસી અનામત 27 બેઠકો ઉપર ચુંટણી લડવાની જાહેરાત કરી છે.

એવું જાણવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના દાંતા થી લઈને દક્ષિણ ગુજરાતના ઉમરગામની તમામ 27 આરક્ષિત આદિવાસી બેઠકો પર બિટીપી ઉમેદવારો ઉભા કરશે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPના વડા છોટુ વસાવાએ આ જાહેરાત  કરી છે

ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPના વડા છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BTP તમામ 27 આદિવાસી અનામત બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. BTP MLAએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એક પણ રાજકીય પક્ષને આદિવાસીઓ કે આદિવાસી વિસ્તારોના કલ્યાણ અને વિકાસમાં રસ નથી. તેથી અમે આદિવાસી સમુદાયને અસરકારક પ્રતિનિધિત્વ આપવાનું નક્કી કર્યું છે, જે ત્યારે જ શક્ય છે જો સમાન વિચારધારા ધરાવતા આદિવાસીઓ ચૂંટાઈને આદિવાસીઓ માટે લડે.