વલસાડ: ગતરોજ વલસાડના ચણવઈ ગામમાં ગલી લાઈબ્રેરિ યુવા સમિતિ ચણવઈ તેમજ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત-તાપીના સહયોગથી કેન્દ્ર શાળા દેસાઈ વાડ અને નાયકવાડ પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજના વિદ્યાર્થીઓ પોતાના હકારાત્મક અભિગમ કારણે શિક્ષણ પ્રવૃતિઓમાં ખુબ જ આગળ વધી રહ્યા છે પણ ક્યારેક સંસાધનોના અભાવના કારણે વિદ્યાર્થી તૈયારી કરી શકતા નથી અને ધાર્યું પરિણામ મેળવી શકતા નથી ત્યારે આવા સંજોગો વલસાડના ચણવઈ ગામમાં ઉભા ન થાય એવા હેતુથી ગલી લાઈબ્રેરિ યુવા સમિતિ ચણવઈ તેમજ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત-તાપીના સહયોગ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્ર શાળા દેસાઈ વાડ અને નાયકવાડ પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામા આવી હતી.
આ પ્રસંગે મહેમાન બનેલા સુરતના પ્રખ્યાત ન્યુરોસર્જન ડૉ ધવલભાઇ પટેલને આદિવાસી સંસ્કૃતિનું પ્રતિક સમાન પાઘડીનું ફાળિયું પહેરાવી આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં એમના જ હસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કરવામા આવી હતી. તેમણે દાતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ખાસ અભિયાનને પણ આવકાર્યું હતું. અને વિધાર્થીઓને પ્રેરણાદાયી વાતો કરી હતી.

