વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતિમ ગામોમાં બસના અભાવે 8 કિમી.ચાલતા જવું પડે છે.વાંસદા-ચીખલીના ધારાસભ્યો અનંત પટેલને જાણ થતા વાંસદા કોંગ્રેસ સમિતીના આગેવાનો અને વાલિયો સાથે વિદ્યાર્થીઓ જોડે ખાટાઆંબા–બોરીયાછ માઘ્યમિક શાળા સુઘી પદયાત્રા કરી હતી અને માત્ર 6 દિવસમાં ધરમપુર-ખાનપુર– મોળાઅંબા-કણધા-ખાટાઆંબા-બોરીયાછ- વાંસીયા તળાવ થી વાંસદા બસ ચાલુ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના અંતરીયાળ વિસ્તારના ગામો વર્ષો થી બસનો અભાવ હતો જેમાં ખાટાઆંબા ના વિદ્યાર્થીઓ જેવો 8 કિમી. બોરીયાછ ગામે આવેલી માઘ્યમિક શાળા સુઘી ચાલતાં જતા એમનો ખુબજ સમય બગડ તો હતો એની જાણ થતાં છે.વાંસદા-ચીખલીના ધારાસભ્યો અનંત પટેલે કોંગ્રેસ સમિતી સાથે તાત્કાલિક ખાટાઆંબા થી બોરીયાછ સુઘી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આઠ કિ.મી પદયાત્રા કરવામાં આવી હતી જેના થી એસ.ટી વિભાગના વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક માત્ર 6 દિવસ માં બસ ધરમપુર -ખાનપુર–મોળાઆંબા-કણધા-ખાટાઆંબા-બોરીયાછ- વાંસીયાતળાવ થી વાંસદા સુધી સવારે 9:00 થી સાંજે 10 સુધી વાંચતા પહોંચશે આજ થી બસ ચાલુ થતા ધારાસભ્ય અનંત પટેલ અને એમની ટીમ દ્વારા પૂજા કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ સાથે ખાટાઆંબા થી બોરીયાછ સુધી બસમાં મુસાફરી કરવામાં આવી હતી

વર્ષો પછી આ વિસ્તારમાં બસ જોવા મળી સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી સમગ્ર કાર્યક્રમ માં પ્રમુખ નિકુંજભાઈ, હસમુખભાઈ, નવીનભાઈ, રાકેશભાઈ ,નરેશ તુમડા, ચંપાબેન અને સ્થાનિકો જોડાયા હતાં. ખાટાઆંબા વિસ્તાર વર્ષોથી બસ નો અભાવ હતો. ઘણીવાર માંગણી કરવા છતાં બસ ચાલુ કરવામાં આવતી ન હતી. વાંસદા- ચીખલીના ધારાસભ્યો અનંત પટેલ ને જાણ થતા પદયાત્રા કરી બસની માંગણી કરવા ની સાથે તંત્રએ બસ ફાળવી હતી.