ધરમપુર: છેલ્લા ઘણાં સમયથી વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળની સરકારીમાં વખતો વખત રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા કર્મચારીની માંગણી ઓ ધ્યાને લેવામાં આવેલ નથી. જે બાબતને ધ્યાને લઈને આજે ધરમપુરમાં કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને રજુવાત કરી મુખ્યમંત્રી સુધી પોહ્ચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કલ્પેશ પટેલ જણાવે છે કે જેમાં અમારા વલસાડ જિલ્લાના આશરે 150 થઈ વધારે વનરક્ષકો/વનપાલો 06 ઓગસ્ટ 2022 થી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા હોય છે. આજે દરેક ચેકીંગ નાકા ખુલ્લા પડેલા છે. જેના લીધે ધરમપુરના વન્યજીવો, વન્ય સંપત્તિને નુકશાન થઈ રહ્યું છે.
એમણે વધુમાં Decision Newsને જણાવ્યું કે વલસાડ તાલુકાના એક ગામમાં હાલે એક દીપડો બકરાનો શિકાર કરી ગયો અને ત્યાં વનરક્ષકો હડતાલ પર હોવાને કારણે પાંજરું પણ મુકવામાં આવ્યું નથી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ હોય, હાલ દેશમાં અને રાજ્યમાં કાળઝાળ મોંઘવારીના કારણે સામાન્ય મધ્યમવર્ગના લોકોને જીવન જીવવા માટે ખુબ જ તકલીફ પડી રહી છે ત્યારે કર્મચારીની માંગણીઓ ધ્યાને લઇ વહેલસર યોગ્ય નિર્ણય લઇ કર્મચારીની માંગણીઓ સંતોષવા આ પત્ર થી રજૂઆત કરી છે.

