ચીખલી: વર્તમાન સમયમાં જોવા જઈએ તો ઘણા યુવક યુવતી ઓ બે રોજગાર જોવા મળે છે. અને જમાનો થઈ ગયો કોમ્પિટીસન અને મોંઘવારી વધી છે ત્યારે વાંચવા માટે પુસ્તકો લેવા સહેલા નથી. અને લાઇબ્રેરી હોય તે પણ ઘણા અંતર દૂર દૂર વાંચવા માટે જવું પડતું હોય છે. અને ઘણા યુવક યુવતી ઓ એવા હોય છે કે પરીક્ષાની તૈયારી કરતા કરતા પાર્ટ ટાઇમ નોકરી ધંધા કરતા હોય છે અને મોટે ભાગે જવા આવવા માટે પણ સુવિધાઓ નહી હોય એવા સમય દરમિયાન વાંચવા માટે દૂર સુધી જવું અશક્ય બનતું હોય છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ બધુ ધ્યાને લઇને ખાંભડા ગામના લોકોનું એક સ્વપ્ન હતું કે ગામ માં એક પૂરતી સુવિધા વાળી લાઇબ્રેરી હોવી જોઈએ. અને એના માટે ગામના આગેવાન રમેશભાઈ અને યુવા સરપંચ શ્રી. પરેશભાઈ અને બીજા અનેક યુવાનો અને વડીલો મેહનત કરી રહ્યા હતા. અને એ સ્વપ્નું આજે સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારના દીને આદિવાસી રીત રિવાજ મુજબ લાઇબ્રેરીનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, ગામના પ્રથમ નાગરિક અને લોક લાડીલા એવા સરપંચશ્રી પરેશભાઈ ડેપ્યુટી સરપંચ ભરતભાઈ અને ચૂંટાયેલા તમામ સભ્યો તેમજ ગામના આગેવાનો યુવા મિત્રો, બહેનો, વડીલો અને લાઈબ્રેરીમાં વાંચવા આવનાર વિદ્યાર્થી મિત્રો હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી. આ તબક્કે પ્રસંગમાં આવેલા તમામ નામી અનામીઓનો ગામના આગેવાન રમેશભાઈએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આવનાર યુવાપેઢી આ લાઇબ્રેરીનો સદ ઉપયોગ કરી ખૂબ આગળ વધી ગામનું નામ રોશન કરે એવા આશીર્વચન આપ્યા હતા.

