કપરાડા: વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કપરાડા તાલુકાના મનાલા ખાતે ગ્રામ પંચાયત હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં 5 મી અનુસૂચિની જોગવાઈઓનો અમલ, આદિવાસી અધિકારોનું અમલ, પેસા એક્ટ સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Decision News મળેલી માહિતી મુજબ આદિવાસી આગેવાન, સમસ્ત આદિવાસી સમાજ કપરાડા પ્રમુખ અને વાડધા મનાલા ગ્રુપ પંચાયત સરપંચ જયેન્દ્ર ગામીતે જણાવ્યું કે આદિવાસીઓને અસર કરતા મોટા પ્રોજેક્ટ રદ કરવા, આદિવાસીઓના હકકો અને અધિકારોને વધુ મજબૂત બનાવવામાં આવે. તેમણે દુઃખ સાથે ઉમેર્યું કે આજે વિશ્વ આદિવાસી અધિકાર દિનની ઉજવણી થઈ રહી હોવા છતાં આદિવાસી તાલુકા કપરાડામા એકપણ આદિવાસી પદાધિકારીએ કોઈપણ કાર્યક્રમ કર્યો નથી.

આવનારા દિવસોમાં અમે આદિવાસીઓના હક અને અધિકારોની જાગૃતિ માટે તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જન જાગૃતિ કાર્યક્રમો કરીશું. અન્ય આદિવાસી આગેવાનો, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા