પારડી: ગતરોજ ખેરલાવ ગામ ખાતે wellspun કંપની તેમજ મમતા NGO દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સગર્ભા માતાઓ માટે સરકાર શ્રી દ્વાર આપવામાં આવતા પોસ્ટિક આહાર બાબતે જાગૃતિનો કાર્યક્રમ શેરી નાટક દ્વાર કરવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરલાવ ગામ ખાતે wellspun કંપની તેમજ મમતા NGO દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સગર્ભા માતાઓ માટે સરકાર શ્રી દ્વાર આપવામાં આવતા પોસ્ટિક આહારને લઈને જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેરી નાટકના માધ્યમથી પોસ્ટિક આહાર લોક સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ સર્વેને જેમાં બાળકો તેમજ માતાઓના કાળજી રાખવા માટે સૌ ને સપથ લેવડાવવામાં આવ્યા હતા.