દાદરા નગર હવેલી: વિધાનસભા ચૂંટણી પહેલા ખરીદ-વેચાણ સંઘ તથા પક્ષ પલટાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની સરહદે આવેલા દાદરા નગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે સામૂહિક પક્ષ પલટો કરી લેતા 3 બેઠક પર કબજો ધરાવતી ભાજપ હવે કિંગ મેકર બની ગઈ છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ મોહન ડેલકરના સમર્થકો અને JDUનું ગઠબંધન સત્તા પર હતું ડેલકર-JDUના નિશાનથી ચૂંટાયેલા 17 માંથી 15 સભ્યોએ એક સામટે દલ બદલ કરી ભાજપમાં જોડાઈ ગયા છે. જિલ્લા પંચાયતની 20 બેઠકો માંથી 17 પર JDU ગઠબંધનને પરચમ લહેરાવ્યો હતો. ચૂંટણીમાં માત્ર 3 બેઠકો પર ભાજપના સભ્યોની જીત થઈ હતી. ત્યારે હવે માત્ર 3 સભ્યો ધરાવતી ભાજપ હવે જિલ્લા પંચાયતનો સત્તાપક્ષ બની છે. જેડીયુ ગઠબંધનના સભ્યોએ કલેકટરને મળીને લેખિતમાં જાણ કરી છે. અંદર ખાને સોગઠાં ગોઠવી ભાજપે ખેલ પાડયો હોવાની વાતો વહેતી થઈ છે.