ખેરગામ: 13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી ગામના બંધાડ ફળીયા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

Decision News સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના વડપણમાં તારીખ 13/9/22 ના રોજ નવસારી ખાતે યોજાનાર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે છેલ્લા કેટલાય દિવસોથી સમસ્ત આદિવાસી સમાજના હોદ્દેદારો દ્વારા અનેક જગ્યાએ ઠેર ઠેર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ એક મિટિંગનું આયોજન ખેરગામ તાલુકાના આછવણી ગામના બંધાડ ફળિયામાં પરિમલ પટેલ અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.

જેમાં શિક્ષણ,વ્યસનમુક્તિ,અંધશ્રદ્ધા નિવારણ, સામાજિક એકતા જેવા વિષયો પર વક્તાઓ દ્વારા મુખ્ય ભાર મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, મહામંત્રી ઉમેશ પટેલ,કાર્તિક પટેલ,પ્રવક્તા કીર્તિ પટેલ, હિરેન પટેલ અને સભ્યો ડો. નીરવ ગાયનેક,જીતેન્દ્ર, ઉમેશ, મયુર, કૃણાલ, રીંકેશ, ભાવિન સહિત ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.