નેત્રંગ: જેમ જેમ વિધાનસભા 2022 નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના નેતાઓના નવા- નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે ગતરોજ નેત્રંગના ઝરણાવાડીમાં રહેતા ભાજપાના મહામંત્રી પ્રકાશ પ્રભુ ગામીતને ઢોર માર મારી ગામમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી જેણે લઈને પોલીસ ફરિયાદ થતા જ સમગ્ર પંથકનું વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર નેત્રંગના ઝરણાવાડીમાં રહેતા ભાજપાના મહામંત્રી પ્રકાશ પ્રભુ ગામીતને મુકેશ ચંદુ વસાવા, દિનેશ ચંદુ વસાવા રહે ઝરણાવાડી અને નવીન ઉર્ફે ટકલો રોહિત કંબોડિયાને એનકેન પ્રકારે ઝઘડાઓ થતા હોય અને આ બાબતે પ્રકાશ ગામીત નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આ લોકોની વિરોધ ફરિયાદો આપતા હોય તે બાબતની રીસ રાખીને આજરોજ સવારે મુકેશ , દિનેશ અને નવીન લોખંડના પાઇપો લઈ પ્રકાશ ગામિતને તેના ઘરમાં જ બરડામાં અને પગમાં લોખંડના પાઇપ મારી દેતા પડી જતા તેને ઢીક્કાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગામમાંથી કાઢી મુકવાની ચીમકીઓ આપતા જતા રહેલા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને ખસેડવામાં અાવ્યો છે.
લગભગ દોઢ મહિના પહેલા જ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખના પતિને અને પૂર્વ બીજેપી પ્રમુખ માનસિંગ વસાવાને પીંગોટ નજીક પાંચ ઈસમોએ મારમાર્યો હતો ત્યાં ફરી હવે ઝરણાવાડી ગામના ભાજપા મહામંત્રી ઉપર હુમલો થતા મામલો બીચકાયો છે.