વાંસદા: સ્વામી વિવેકાનંદજી દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ શિકાગોની ધર્મસભામાં આપેલ ઐતિહાસિક ભાષણના નિમિત્તે દિગ્વિજય દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા દ્વારા દિગ્વિજય દિવસ યુવા સંવાદ કાર્યક્રમ તથા પુષ્પાંજલી અર્પણનો કાર્યક્રમ તમામ મંડલ તથા નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ સ્વામી વિવેકાનંદજીના વિચારો યુવાનોમાં પ્રસ્થાપિત કરવા માટેનું આ કાર્યક્રમ આયોજન કરવા આવ્યું હતું. આ યુવા સંવાદ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ગૃહ, મહેસુલ તથા રમત ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માનનીય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતભરમાં ૫૯૦ સ્થાનો પર યુવાઓ સંબોધિત કર્યા હતા.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના રાજ્યના સંયોજક શ્રી કૌશલ ભાઈ દવે તથા ઝોન સંયોજક શ્રી હર્ષિત ભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં પણ ૬ તાલુક અને ૫ શહેરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાંને સફળ બનાવવા યુવા બોર્ડના જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા સાથે યુવા બોર્ડ તમામ તાલુકા અને નગરપાલિકા સંયોજક મહેનત કરી સુંદર આયોજન થકી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.