ભરૂચ: હવસખોર ગુરુએ ધોરણ ૧૦ ભણતી શિષ્યાને નાપાસ કરવાની ધમકી આપી ભરૂચની સરસ્વતિ વિધાલયનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આચાર્ય સામે લોકોમાં ઘૃણા અને ક્રોધની લાગણી જોવા મળી રહી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભરૂચમાં સરસ્વતી વિદ્યાલયમાં 10માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી ત્યાનો આચાર્ય તેની પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે 30ઓગસ્ટે આચાર્યએ ફરીથી દુષ્કર્મ આચર્યું. અને ગતરોજ 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરતાં વિદ્યાર્થીનીએ પોતાની બહેનને સમગ્ર હકીકત કતા બહેન તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.
પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર થયાની જાણ થતા જ તેણી એ માતાને વાત કરી અને માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે પોલિસ ફરીયાદ લખાવી હતી હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી દિધી છે.

            
		








