ખેરગામ: એક તો ખરાબ રસ્તા અને ઉપરથી બેફામ બની પુર ઝડપે ટ્રક અને ડમ્પર હંકારતા ચાલકોના ત્રાસથી સામાન્ય પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે ખેરગામના જાગૃત યુવાનો દ્વારા રસ્તાઓ પર સૂચનાપત્ર મૂકી આ જીવલેણ બનતા ટ્રક અને ડમ્પર વાળાને સમજ આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

આ યુવાનોનું કહેવું છે કે થોડા દિવસ અગાઉ બેફામ બનીને હંકારતા ટ્રક, ડમપર ચાલકોને લીધે થયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું એના બાળકની છઠ્ઠીના દિવસે જ મૃત્યુ થયું. બેફામ બનેલ ટ્રક, ડમ પર ચાલકોને વારંવાર મૌખિક ચેતવણી આપવા છતાં એલોકો સુધરતાં નથી. અને છાસવારે આવા બનાવ બનતા રહેતા હોય છે.

આ અતિશય ગંભીર બાબત અંગે પોલિસ અને પ્રશાશન, રોડ વિભાગને લેખિતમાં જાણ કરવા છતાં હજુસુધી કોઈ કાર્યવાહી કરી હોવાની જાણ અમને નથી.આથી કંટાળીને બેફામ હંકારતા વાહનચાલકો માટે નવું સૂચનાપત્ર રજુ વિવિધ જગ્યાએ અમારી ટીમ દ્વારા મુકવાનું શરુ કરવામાં આવ્યું.