ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામના ચોકીફળિયા મનુબેન કરશનભાઈ ઘરેથી રવિવારના રોજ નીકળી ગયા હતા જેની લાશ ફાંસો ખાધેલી વિશ્વાસમાં ન આવે એવા ઝાડ સાથે લટકેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ગરમાયું છે.
જુઓ વિડિઓમાં…
લોકોના જણાવ્યા અનુસાર આ ઘટનાને જોઈએ તો પોતાના દિકરા અને વહુઓ દ્વારા મનુબેન પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેમનું ખાવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું તેમની સાથે ઘણી વખત મારઝૂડ કરવામાં આવતી હતી જેના કારણે તેઓ ખુબ જ દુઃખી રહેતા હતા.. મનુબેનની બહેનનો દીકરો Decision Newsને ટેલીફોનીક વાતચીતમાં જણાવે છે કે ઘટના સ્થળ પર મળેલા પુરાવા આધારે સ્પષ્ટ દેખાય આવે છે કે આ આત્મહત્યા નથી તેની હત્યા થઇ છે કે જે ઝાડ સાથે એમની લટકેલી લાશ મળી હતી તે ઝાડ સાથે લટકવું સંભવ જ નથી અને તેના શરીર પર માર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. પણ હજુ સુધી પોલીસ કોઈ નિર્ણય પર પોહચી નથી જેનું અમને દુઃખ છે. અમારી ઈચ્છા કે મારી મૃતક માસીને ન્યાય મળવો જોઈએ. આ ઘટનામાં રાજનીતિ ન થવી જોઈએ.
મનુબેનના ભાઈ કાંતિભાઈ જણાવે છે કે મારી બેનએ પરિવારના વહુઓના ત્રાસના કારણે મૃત્યુ પામ્યા છે અને મને શંકા છે કે તેણીએ આત્મહત્યા નથી કરી તેમની હત્યા કરવામાં આવી છે છેલ્લા ઘણાં દિવસોથી તેમના ઉપર પરિવાર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો કેટલાંક દિવસોથી એમને ઘરથી જમવાનું પણ આપવામાં આવતું ન હતું અને એમની સાથે મારઝુંડ પણ કર્યાનું અમને જાણવા મળ્યું હતું. મારી બેનએ આત્મહત્યા નથી કરી એમની હત્યા કરાઈ છે તેની યોગ્ય તપાસ થવી જ જોઈએ.

