સુરત: આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસનું જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય સૂરત,ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતિ અને સાર્થક યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ એચ. વી. જોટાનીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી જાણકારી મુજબ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી સાથે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન ભટારના મોચી મહોલ્લો ખાતે થયો હતો. જેમાં પી. એલ. વી. દીપક જાયસવાલ દ્વારા જીવનમાં શિક્ષણ નું મહત્વ અને કેન્દ્રીય શિક્ષણ યોજનાઓ, શિક્ષિતના હોવાથી થતાં ગેરફાયદાઓ, પેનલ એડવોકેટ અલકા પટેલ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ચાલી રહેલ કાર્યક્રમો સાથે દીકરીઓ માટે શિક્ષણનું અતિ મહત્વતા વિશે માહિતી આપી હતી.
ભવિષ્યમાં જયારે તાત્કાલિક મદદની જરૂર પડે તો શું કરવું તેની સંક્ષિપ્ત માહિતીના પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

