ખેરગામ: ઇન્ડિયન મેડિકલ એસોસિએસન અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની વલસાડ શાખા દ્વારા સમસ્ત આદિવાસી સમાજ, ખેરગામના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નેત્રદાન અંગે જનજાગૃતિ લાવવા માટે સતિષભાઈ દેસાઈ દ્વારા લિખિત એક સુંદર નાટકનું “મૃત્યુ પછીનું જીવન એટલે ચક્ષુદાન”નું આયોજન કરવામાં આવ્યું.
જુઓ વિડિઓમાં..
Decision Newsને મળેલી વિગતો મુજબ મુજબ આ પ્રસંગે વલસાડના જાણીતા તબિબ પીનેશ મોદી,જેસીઆઈ પ્રમુખ સંદીપભાઈ ઠાકોર, ડો.નાઈલ દેસાઈ, ઋજૂતા પારેખ, હિત દેસાઈ, સાહીલ દેસાઈ, સોનલ કોટક, ધર્મેશ દેસાઈ, કલ્પેશ ગાંધી, સંદીપ ઠાકોરની ટીમ નાટ્યકાર તરીકે ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમના આયોજક વલસાડ આઈએમએના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે Decision News સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો તમે મૃત્યુ પછી પણ અમર થઈને દુનિયા જોવા માંગતા હોય તો ચક્ષુદાન અવશ્ય કરવું જોઈએ. મારી માતાના ચક્ષુદાનથી આજે 2 પરિવારોની જિંદગી ખુશખુશાલ બની છે. ભારત દેશમાં દરરોજ જેટલાં મૃત્યુ થઇ રહ્યા છે એટલાના જ જો ચક્ષુદાન થાય તો થોડાજ સમયમાં ભારતનો દરેક નાગરિક પોતાની આંખોથી દુનિયા જોતો થઇ શકે છે અને ચક્ષુદાનમાં ભારત વિશ્વગુરુ બની શકે છે. અમે અમારા ટીમના 100 થી વધુ વ્યક્તિઓ ચક્ષુદાનની પ્રતિજ્ઞા લઈએ છીએ.
આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયાએ તથા શ્રી કમલેશભાઈ પટેલે વિવિધ ઉદાહરો દ્વારા સુંદર રીતે ચક્ષુદાનનું મહત્વ સમજાવેલ હતું. અને ચક્ષુદાનથી કોઈપણ મૃતદેહનો ચહેરો ખરાબ નથી થતો એ હકીકત જણાવેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, ડો.રાકેશ પટેલ, ડો. અમિત પટેલ, ઉમેશ પટેલ, ડો.કૃણાલ, વેણીલાલ પટેલ, શૈલેષ પટેલ, ભાવેશ પટેલ, જીગ્નેશ પટેલ, નિતેશ, પિનાકીન, કાર્તિક, મયુર, શીલાબેન, વંદના, નીતા સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ હતું.

