સુરત: જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ એચ. વી. જોટાનીયાના માર્ગદર્શન હેઠળ પી. એલ. વી. દીપક જાયસવાલ અને કેતકી પુઠાવાલા દ્વારા ગણેશોત્સવ દરમિયાન ભાગાતળાવ વિસ્તારના મોટા મંદિર યુવક મંડળના પંડાલ ખાતે કાનૂની જાગૃતિ અને કાયદાકીય પેમ્પલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જુઓ વિડીયો..

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ સુરતના માનનીય પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર ગણપતિ દર્શન અને મંડળની મુલાકાત માટે ઉપસ્થિત રહી સાથે તમામ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી લીધી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગણપતિ દર્શન માટે આવતા લોકો કાયદા પ્રત્યે જાગરૂક થાય સાથે પોતાના હકો, અધિકારો અને મફત કાનૂની સહાય વિશે માહિતગાર થાય એ હતું.

આશરે ૩૦૦૦ લોકોએ લાભ લીધો હતો. વિતરણ દરમિયાન એડવોકેટ ભરત પંડિત અને યુવક મંડળના જીગ્નેશભાઈ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.