ખેરગામ: પોતાના દિકરાના જન્મદિવસ પર હજારો લાખો ખર્ચ કરી વેડફાટ કરતાં પણ અંતરની ખુશી ન મેળવી શકતા માતા-પિતા માટે આ એક પ્રેરણા કહી શકાય એવો દીકરાના જન્મદિવસની ઉજવણી કહી શકાય છે આવો પણ અર્ક જન્મદિવસ ઉજવાય દોસ્તો..
જુઓ વિડીઓ..
Decision Newsને મળેલી માહિતી મુજબ સમાજ ઉત્થાન માટે હંમેશા અગ્રસર રહેતા સેવાભાવી પ્રો.નિરલ પટેલે પોતાના દીકરાનો જન્મદિવસ ડાંગના અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકો સાથે મનાવ્યો હતો. પોતાને શિક્ષક પિતા સ્વ.ગુણવંતભાઈ પટેલના દીકરાઓ નિરલ-મયુર પણ પોતાના માં-બાપના સંસ્કારી વારસાને આગળ ધપાવતા હંમેશા દુઃખી લોકોના આંસુ લુંછવા તત્ત્પર રહેતા હોય છે. કારમી ગરીબી જોઈને બાળપણ ગુજારનાર નીરલભાઈ સખત પરિશ્રમથી આજે સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા છે. તેમ છતાં હજુ ગરીબીના દિવસો ભૂલ્યા નથી. આથી કોઈપણ ગરીબ કે જરૂરિયાતમંદ દુઃખી લોકો દેખાય કે મદદ કરવા તાત્કાલિક તૈયાર જ રહેતા હોય છે. ગઈકાલે પ્રો.નિરલ પટેલના દીકરા ક્રિશવનો ચોથો જન્મદિવસ હોય તેઓએ જન્મદિવસની પાર્ટીની જયાફ્ત ઉડાવવાને બદલે આ જ રૂપિયા ડાંગના આંતરિયાળ ગામ ભાલખેતમાં નોટબુક, પેન્સિલ,કેક, બિસ્કિટ, ચોકલેટ આપીને ખુશીઓ વહેંચી હતી.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો. નિરવ ભુલાભાઇ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે ગયા વર્ષે પણ પ્રો. નિરલ પટેલ દ્વારા બહેજ કુંતીખડક શાળામાં બાળકોને ગણવેશ આપીને ક્રિશવનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વખતે તેમને જાણવા મળ્યું હતું કે ડાંગના ભાલખેતમાં બાળકોને લખવા માટે નોટબુકની અછત છે તો એમણે તાત્કાલિક નોટબુક આપી સાથે પોતાના દીકરાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવી ખુશી વહેચવાનું નક્કી કર્યું હતું. આ બાળ ઉત્થાન કાર્યમાં અમારી ખેરગામ ટીમના કીર્તિ પટેલે બન્યા હતા અને તેમણે પણ બાળકોને પેન્સિલ, રબરનું વિતરણ કર્યું. મારું એવું માનવું છે કે ખુશીઓ વહેચાવથી આવે છે નહિ કે એકલા એકલા મોજશોખ કરવાથી તો જો દરેક વ્યક્તિ પોતાનો કે પોતાના પરિવારના સભ્યો અને મિત્રોનો જન્મદિવસ ખુશીઓ વહેચીને કરશે તો ગમની શું તાકાત કે આપણા સમાજમાં ખુશીઓના ઝરણા વહેતાં રોકી શકે.

