સમગ્ર ગુજરાતમાં પોન્ઝી અને ચિટફંડના નામે નાગરિકોની બચત ઉઘરાવી લુંટ મચાવનાર અસંખ્ય કંપનીઓ છે જે કંપનીઓના માલિકો આજે અરબોપતિ, કરોડપતિ બની ગયા છે. જેમની સામે સામાન્ય નાગરિકોની લડત સરળ નથી. ઉદાહરણ તરીકે ઓસ્કાર, સમ્રુધ્ધજીવન, વિશ્વામિત્રી, મૈત્રેયી, માત્રુભુમિ, કલકમ, ગોરસ, જય વિનાયક, ફાલ્કન, સનસાઈન, મિરાહ ગ્રુપ (સિટ્રસ, ટ્વિંકલ), સહારા, PACL, હલધર આવી અસંખ્ય કંપનીઓના પિડિતોની મહેનત પરશેવાની કમાણી લુંટી લીધી છે.
જે કંપનીઓ સામે વિવિધ કંપનીઓના પિડિતો વિવિધ સ્તરે કાયદાકીય સંઘર્ષ કરતા રહ્યા છે. પરંતુ દરેક કંપનીના પિડિત રોકાણકારોને એક મંચ ઉપર લાવી દરેક નાગરિકને તેમની મહામુલી બચત પરત અપાવવા માટે એક આવાજ – એક મોર્ચા લાંબા સમય થી જમીની સ્તરે લોકજાગૃતિ થકી હજારો ફરિયાદીઓને સંગઠિત કરી રહ્યું છે.લેખીત ફરિયાદો જીલ્લા પોલીસ અને કલેકટરશ્રીના ધ્યાન ઉપર અમે લાવ્યા છે. સાથે જ ગુજરાત સરકાર તેમજ કોર્ટની જાહેરાતના પગલે લાખો રોકાણકારો કચેરીમાં આપી ચુક્યા છે.
વિષય રાજ્ય સ્તરીય છે જેના નિરાકરણ માટે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ ની જરૂર છે જે બાબતે અગાઉ અમે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગ્રુહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનુ ધ્યાન દોરવામાં સફળ રહ્યા હતા જેમના શાશન કાળમાં આવા કેસો માટે વિશેષ GPID કોર્ટ માટે સરકારે સરાહનીય પહેલ કરેલ હતી.
અનેક કૌભાંડી અરબો રુપિયાની સંપત્તિ ગુજરાતનો પોલીસ વિભાગ જપ્ત કરી ચુક્યો છે. કાયદાકીય મર્યાદાઓના કારણે ન્યાયથી વંચિત ગુજરાતનો નાગરિક સમાજ સરકાર પાસે ભયંકર આશા સાથે ધીરજ ખૂટી જાય તેવી કોરાનાની મહામારી સહન કર્યા બાદ દીવાળી આવી રહી છે ત્યારે પોતાની બચત દરેક રોકાણકારોને પરત મળે તે જરૂરી છે. જેથી હવે ન્યાય કરી દરેક રોકાણકારોને તેમની બચત પરત મળે તે માટે મુખ્ય પાંચ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તેમજ વિધાનસભાની ચુંટણીઓ સુધી સમગ્ર ગુજરાતમાં રહેલ હજારો રોકાણકારો પોતાની બચત પરત મેળવવા સંઘર્ષ શરૂ કરશે જે બાબતે એક આવાજ-એક મોર્ચા મહત્વની જાહેરાત કરશે.

