ધરમપુર:  ગતરોજ વાંસદાના પીપલખેડ ગામના વનરાજ કોલેજ ધરમપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ધરમપુર ST ડેપો અચાનક ચક્કર આવ્યા જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હોવા છતાં મૃત્યુ થઇ ગયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના પીપલખેડ ખુશાલ ફળીયાનો 20 વર્ષીય પરિમલ રસિકભાઈ માહલા શ્રી વનરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં TYBAમાં અભ્યાસ કરતો હતો જ્યારે તે કોલેજથી છૂટી ઘરે પરત આવવા માટે નીકળ્યો હતો ત્યાં જ એસટી ડેપોમાં તેને અચાનક ચક્કર આવી જતા તે જમીન પર ઢળી પડ્યો હતો તેને સારવાર માટે તાત્કાલિક ધોરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો પણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ધરમપુર પોલીસને મૃતક વિદ્યાર્થીના પિતાએ આપેલી માહિતી મુજબ પરિમલને કોઈ બીમારી ન હતી અને કોઈ પણ પ્રકારની દવા ચાલતી ન હતી. આ એક આકસ્મિક ઘટના છે ચક્કર આવી અને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.