સોનગઢ: હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના પટેલ ફળિયામાં રહેતા ખાનગી વાહનના ડ્રાઇવર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા રાજેન્દ્રભાઈ ગામીત નું 19 જુલાઈના રોજ ટૂંકી માંદગી બાદ મૃત્યુ થતા તેમના ગરીબ પરિવારને મદદ કરી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ પરિવારમાં એકમાત્ર ડ્રાઇવર તરીકે નોકરી કરી આવક મેળવતા રાજેન્દ્ર ભાઈ નું મૃત્યુ થતાં એમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. એમનો છોકરો ૯ માં ધોરણ માં ભણે છે અને છોકરી ચોથા ધોરણમાં ભણે છે. આ ગરીબ પરિવારને મદદ ખૂબ જ જરૂર છે એવું સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવારની મદદ માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરી હતી. જે બાદ લોકમદદ આવતા આજ રોજ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ ના ફાઉન્ડર અને પ્રમુખ અંકિત ગામીત અને ટીમ દ્વારા જયતાબેન ગામીતને ત્રણ મહિનાથી વધુ ચાલે એટલું કરિયાણું તેમજ અનાજ વગેરે ની મદદ કરવામાં આવી હતી.

