Current affairs: પોક્સો સાથે જો એટ્રોસીટીનો ગુનો હોય તો હવેથી ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ ફોજદારી પરચૂરણ અરજી દાખલ કરવાની રહેશે અને રજિસ્ટ્રીએ પણ ફોજદારી પરચૂરણ અરજી તરીકે જ નોંધણી કરી તે મેટર દાખલ કરવાની રહેશે.

ગુજરાત હાઇકોર્ટે ચીફ જસ્ટિસના નિર્દેશાનુસાર અગાઉ એટ્રોસીટીનો ગુનો હોય તો ક્રિમીનલ અપીલ દાખલ કરવી પડતી હતી, પરંતુ હવે બસિચ દાખલ કરવાની રહેશે.  પોક્સો કાયદો અને એટ્રોસીટી કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં દાખલ થતી જામીન અરજી રજિસ્ટ્રીએ ક્રિમીનલ મીસેલીનીયસ એપ્લિકેશન એટલે કે, ફોજદારી પરચૂરણ અરજીના મથાળા હેઠળ નોંધવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આઇપીસીના વિવિધ ગુનાઓ હેઠળ હાઇકોર્ટમાં જામીન અરજી કરવાની હોય તો ફોજદારી પરચૂરણ અરજી જ દાખલ થાય છે, એ જ પ્રમાણે હવે પોક્સોની સાથે એટ્રોસીટી એકટનો ગુનો હશે તો ફોજદારી પરચૂરણ અરજીના મથાળા હેઠળ જ જામીન અરજી ફાઇલ થશે, ક્રિમીનલ અપીલ તરીકે નહી. આ ચુકાદા અનુસંધાનમાં ચીફ જસ્ટિસે તાત્કાલિક અસરથી તેનો અમલ કરવા નિર્દેશ કરતાં રજિસ્ટ્રાર(જયુડીશીયલ) દ્વારા આ અંગે પરિપત્ર જારી કરી તાકીદ કરવામાં આવી છે.