સુબીર: ગતરોજ સુબીર તાલુકાનાં ભાજપના અગ્રણી અને બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી વચ્ચે હાથાપાઇ થયાનો કિસ્સો બહાર આવ્યો છે જેણે લઈને બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણીએ સુબીર પોલીસ મથકમાં ફરિયાદ કરી ન્યાયની માંગણી માટે પોહ્ચ્યાં હતા.

Decision Newsને મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી સોનુભાઈ પૂનુભાઈ ચોર્યા આહેરપાડા ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે સુબીર વિસ્તારનાં ભાજપના અગ્રણી ઇતારામભાઈ રાજ્યા બહીરમે તેનું ગળુ પકડી અપશબ્દો બોલી હાથોપાય કરી હતી. જેના વિરુદ્ધમાં સુબીર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાતા આ ઘટના બહાર આવી.

આવનારા બે મહિનામાં સંભવિત ચુંટણી થવાની છે ત્યારે રાજકીય પક્ષોમાં અગ્રણીઓમાં આ પ્રકારે ઘર્ષણ થવું એ બતાવે છે કે કાયદાનો અહી કોઈ ડર નથી રહ્યો. હાલમાં ડાંગ જિલ્લામાં બસપા અને ભાજપના અગ્રણી વચ્ચે થયેલ હાથાપાઇ ઘટનાને લઇ રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે.