નવીન: હાલમાં ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકોમાં ગણેશ ચતુર્થીની વાતો લઈને ખાસ્સા ઉત્સાહિત જોવા મળે છે ત્યારે Decision News તમારી સાથે એક મસ્તક વિનાના ગણેશ બિરાજમાન છે તેની વાતો શેર કરવા જઈ રહ્યું છે.

એવું જાણવા મળ્યું છે કે આ દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્ચે યુધ્ધ થયું, ત્યારે શીવના ત્રિશુલથી ગણેશનો શિરચ્છેદ થયો હતો. ત્યાર પછી ધડ પર હાથીનું મસ્તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. મુંડ એટલે મસ્તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. તેથી અહીં ભગવાન ગણેશની મૂર્તિ મસ્તક વિનાની હોવાને કારણે આ મંદિરને સ્થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે.

લોકો મુડકટિયા ગણપતિ સ્થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે. મસ્તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા મુસાફરો આ મંદિરે દર્શન કરવાનું ચુકતા નથી.