ગુંદલાવ: વર્તમાન સમયમાં જેટકો આઉંટ સોર્સીંગના 66kv વાપી ડીવીસનમાં આવતા સબ સ્ટેશનના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજરોજ ધરમપુર પંચાયતના અપક્ષ સદસ્ય દ્વારા ગુંદલાવ સબ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને તેમની ટીમ આજરોજ ગુંદલાવ 66 kv ના કર્મચારીઓ સાથે મુલાકાત કરી અને તેમની આ લડતને સમર્થન આપ્યું હતું. અને નવસારી ડીવીઝન માં આવતા 66 kv આઉંટ સોર્સીંગના કર્મચારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કર્યું હતું
કલ્પેશ પટેલનું કહેવું છે કે આ બેઠકમાં આવેલ આવેલ તમામ કર્મચારીઓઓ પણ ટૂંક સમયમાં હડતાલ પર ઉતરે છે. અને હું પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મારી ફરજના ભાગ રૂપે જેટકોના આઉંટ સોર્સીંગના તમામ કર્મચારીઓને પોતાની હક અને અધિકારની માંગણી બાબતે હું એમને સમર્થન આપું છું.