ખેરગામ: ગતરોજ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા મુખ્ય મંત્રીના આદિવાસીઓને અર્બન નકસલી” શબ્દ કહ્યા પર ખેદ પ્રગટ કરે અને ગણદેવીના પુર પીડિત લોકોને તાત્કાલિક સહાય મળે આ બંને મુદ્દે ખેરગામ મામલતદાર થકી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આદિવાસીઓના હક અધિકાર માટે અને અન્યાય સામે લડતા લોકો માટે “અર્બન નકસલી” શબ્દ વાપરી વિવિધ સમાજો સાથે આદિવાસી સમાજનો વર્ગ વિગ્રહ કરાવે એવી પરિસ્થિતિનું નિર્માણ કરેલ છે તે બદલ મુખ્યમંત્રી ખેદ વ્યક્ત કરે એવી માંગ કરવામાં આવી અને બીજી બાબત ગણદેવી તાલુકામાં પૂરપીડિતોને તાકીદે 7 દિવસમાં રાહત સહાય મળે અન્યથા ગરીબ પ્રજાને થઇ રહેલા અન્યાય બાબતે રસ્તા પર ઉતરી આંદોલન કરવાની નોબત આવશે એવી ચીમકી સાથે નવસારી જિલ્લા કલેકટરને મામલતદાર ખેરગામ થકી રજૂઆત કરવામાં આવી.

આ પ્રસંગે તાલુકા પ્રમુખશ્રી મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, કાર્તિક, ડો.કૃણાલ, મયુર, કૃણાલ, ઉમેશ, ભાવિન, ભાવેશ, રીંકેશ, પ્રિન્સ, રાહુલ, વિકાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.