કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાસિક માર્ગ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ચેક પોષ્ટ ઉપર ઉભેલ પોલીસ કર્મી જોઈ કન્ટેનર ચાલક કન્ટેનર મૂકી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી હતી તપાસમાં સામે આવ્યું કે બંધ બોડીના કન્ટેનરમાં 50 ગૌવંશ બળદ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ કન્ટેનર પોલીસે ચેક કરતા બંધ બોડીના કન્ટેનરમાં 50 ગૌવંશ બળદ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે  આ ઘટનાને લઈને ગૌ તસ્કરી બાદ હવે મૃત બળદો ભરેલ કન્ટેનર અહીં સુધી પહોંચ્યું કેવી રીતે ? ઘણાં ચેકપોષ્ટ હોવા છતાં 50 બળદો ભરી જતું કન્ટેનર કપરાડા પહોંચતા અનેક સવાલો ઉભા થયા છે.

હાલમાં પોલીસે તમામ મૃત ગૌવશનું સ્થળ પી એમ કરવી અંતિમ વિધિ હાથ ધરી હતી સામાજિક કાર્યકરો એક પણ મદદે ન આવતા આખરે હોમગાર્ડના જવાનો દ્વારા દુર્ગંધ મારતા મૃત બળદોને બહાર કાઢવામાં આવ્યા.