વલસાડ: આજના દિને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા અંદોલનના ભાગરૂપે 1953માં પ્રજામાં આર્થિક સામાજિક શૈક્ષણિક અને ઉદ્યોગો ક્રાંતિની શરૂઆત થઇ હતી. જેની યાદગીરી રૂપે વર્ષોથી 1 સપ્ટેમ્બરને કિસાન મુક્તિ દિન તરીકે ઉજવાય છે.

1 સપ્ટેમ્બર 1953માં સ્વ.ઈશ્વર છોટુ દેસાઈ અને ઉત્તમ હરજીની આગેવાની હેઠળ પારડી ખેડ સત્યાગ્રહની શરૂઆત થઇ હતી. ભૂમિ વિહોણા ગણોતિયા ખેડૂતોને જમીન મળે એ હેતુથી આંદોલન કરી ખેડૂતોને હક્કો અપાવ્યા હતાં. ત્યારથી એટલે કે 57 વર્ષથી 1 સપ્ટેમ્બરે કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે, કિસાન રેલી પારડીના ચીવલ ખાતે યોજાઈ રહી છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ સ્વ. ઈશ્વર છોટુ દેસાઈ અને ઉત્તમ હરજીની આગેવાની હેઠળ ભૂમિ વિહોણા ગણોતિયા ખેડૂતોને જમીન મળે એ હેતુથી ખેત સત્યાગ્રહની ચળવળ શરૂ કરવામાં આવી હતી. અનેક નેતાઓને જેલમાં મુકવામાં આવ્યા હતાં. લાંબા સમય સુધી આંદોલન ચાલ્યુ હતું. આ આંદોલન બાદ 1953માં યોજાયેલી ખેડ સત્યાગ્રહ રેલીમાં 6700 એકર જેટલી જમીન તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે વલસાડ જિલ્લાના ખેડૂતોને સનદ આપવામાં આવી હતી અને તે દિવસે પણ 1 સપ્ટેમ્બરનો દિવસ હતો. તેની યાદમાં દર વર્ષે કિસાન મુક્તિ દિવસની ઉજવણી થાય છે.