ખેરગામ: નફફટ અને આળસુ બનેલુ વલસાડનું રોડનું વહીવટીતંત્ર અને તેના કર્મચારીઓ દ્વારા હાલ વલસાડ-ખેરગામ રોડ પર કપચી નાખી રોડ રીપેર કરવાનું બાકી રાખતા અનેક લોકોના જીવ જોખમમા મુક્યા છે ત્યારે ફરી એક વખત ખેરગામના યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા કલેકટરને આ ખુલ્લો પત્ર છે કે જો 2 દિવસમાં રોડ સરખો નહીં કરવામાં આવે તો જેટલાંને જાનમાલનું નુકસાન થશે તેનું વળતર અને ઈજાગ્રસ્તોની હોસ્પિટલનું સારવારનું બીલ વલસાડ જિલ્લા કલેકટર અને માર્ગ વિભાગનાં જવાબદાર વ્યક્તિઓ પાસે માંગવા આવીશું તે પણ વાત પણ આંખ-કાન ખોલીને ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે.

આળસુ બની બેઠલા વહીવટીતંત્રના અમુક રોડના આધિકારીઓને સરકારની ગ્રાન્ટ ખાવામાં જ રસ છે પ્રજાની સુવિધામાં માટે રોડ બનાવવામાં નહિ આવા અધિકારીઓને સરકારે જ હવે કડક પગલાં લેવા જોઈએ. પ્રજાના જાનનું જોખમ વધારતા આ અધિકારીઓને પોતાની નોકરીમાંથી કાઢી મુકવા સિવાય હવે કોઈ ઉપાય દેખાતો નથી.