કપરાડા: ધરાવતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બહુલક આદિવાસી લોકોની સંખ્યા ધરાવતા વિસ્તાર નાનાપોઢાં પોલીસે જુગારીઓ સામે જુગારધારા હેઠળ પણ ગુનો દાખલ કર્યો શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી છે ત્યારે જુગારીઓ જપવાનું નામ લેતાં નથી.
Decision Newsને મળેલી માહિતી મુજબ પોલીસ અધિક્ષકશ્રી વલસાડના સુચના અનુસંધાને નાનાપોંઢા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ભિંગરાડિયાના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા પોસ્ટેનો સ્ટાફ પ્રોહી/જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન HC ગૌતમભાઇ કાળુભાઇ નાંઓને મળેલ બાતમીના આધારે ખુટલી પટેલ ફળીયામાં રાજેશભાઈની દુકાન પાછળ જુગાર રમતા હતા.
જેમાં (1) સતિષભાઇ મંગળભાઇ ભોયા રહે.પાનસ ઉપલા ફળિયા જી.વલસાડ (2) વસંતભાઇ શંકરભાઇ વાઘેરા રહે. ખુટલી પટેલ ફળીયા તા.કપરાડા જી.વલસાડ (3)વૈચનભાઇ રામાભાઇ ભોયા ઉ.વ. રહે.પાનસ ભંડાર ફળીયુ તા.કપરાડા જી.વલસાડ (4) કાળુભાઇ બાબલાભાઇ રહે.ખુટલી પટેલ ફળીયા તા.કપરાડા જી.વલસાડ આરોપીઓને રોકડ રૂપિયા 1,490/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.