વાંસદા-ચીખલી: વર્તમાન સમય એટલે કે 29 ઓગસ્ટના દિવસે ગ્રામ સેવક ( વર્ગ -3 ) ની જાહેરાત ની ભરતી બાબતે અનુસૂચિત જનજાતિના (ST) 123 ઓછા ઉમેદવારમાં સિલેકશન બાબતે થયેલા અન્યાયને લઈને આદિવાસી યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગ્રામ સેવક ( વર્ગ-3) ની ભરતી માટેની જાહેરાત ક્રમાંક- 15-2021-22 તેની જાહેરાત બહાર પડેલ જેમાં કુલ 1531 જગ્યાઓની જાહેરાત આવેલ જે પૈકી અનુસૂચિત જનજાતિની 301 જગ્યાઓની જાહેરાત હતી. પરંતુ અનુસૂચિત જનજાતિના 178 ઉમેદવારો જ સિલેકટ કર્યા છે આમ જાહેરાતમાં આપેલ જગ્યા કરતાં 123 ઓછા સિલેક્ટ કર્યો છે. લઘુત્તમ લાયકી ધોરણ મંડળ દ્વારા 33.333 દિવ્યાગ અને માજી સૈનિકો સિવાયના તમામ ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલ છે અને અનામત ઉમેદવારોને કોઈ છૂટછાટ આપવામાં આવેલ નથી , આથી અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને અન્યાય થયેલ છે . આ અંગે નીચેની બાબતોનું આપનું ધ્યાન દોરીએ છીએ. 1. ગુજરાત પંચાયત સર્વિસ (ક્લાસ -3) ફિમેન્ટ રલ્સ -૨૦૨૧ બાર પાડેલ છે . જેમાં કટ ઑક મેક્સની કોઇ જોગવાઇ કરેલ નથી.
ભારતના બંધારણીય આર્ટિકલ 16 (4) 335 ની જોગવાઈઓ વચાણે લઈ સામાન્ય વહીવટ વિભાગે તારીખ – 24-1983 ઠરાવ ક્રમાક પવેસ -11838425 2-3 બહાર પાડેલ છે . આ ઠરાવમાં મુદ્દા નંબર 13.2 ” ભરતી કરનાર સત્તાધિકારીઓ જેને જગ્યાના ભરતી નિયમ હેઠળ નિયત કરવામાં આવેલ ન્યુનત્તમ આવશ્યક લાયકાત સિવાય અન્ય કોઈ લાયકાત પછાત વર્ગનો ઉમેદવારો ધરાવતા હોવા જોઈએ એવો આગ્રહ રાખી શકે નહીં આ ઠરાવમાં કોઈ કટ ઓફ માર્કસની જોગવાઈ કરવામાં આવેલ નથી.