નવસારી: દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ફરીથી ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. વધુ પડતા ગરમી (તાપ) અને ઉકળાટ કારણે ડાંગરના પાકને નુકશાન થવાનો ભાયા ઉભો થયો હતો ત્યારે વરસાદ આવવાના કારણે નવસારીના ખેડૂતો પણ આનંદમાં આવી ગયા છે
રાજ્યમાં ૧૫,૧૭ દિવસથી વરસાદે હાથ તાળી આપી જતો રહ્યો હતો. ત્યારે રાજ્યના અનેક ખેડૂતો ડાંગરની રોપણી રોપી ખાતર નાખી આકાશ સમુજોય વરસાદની રાહજોય બેઠા હતા. અને એક મેક સાથે વતો કરતા જોવા મળ્યા હતા કે શું આ વર્ષે પણ ડાંગર નો પાક થાશે કે કેમ? કે આ વર્ષે પણ મજુરી જ મોંઘી પડશે.
નવસારી જિલ્લા સહિત અનેક જિલ્લાઓના વિસ્તારોમાં ગરમી (તાપ) અને ઉકળાટ પણ વધુ પડતો પડિયો હતો ત્યારે આજ રોજ સવારની સુમારે 04 વાગે આસપાસ ગાજ વીજ સાથે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં પણ ઠંડક પસરી હતી. અને ડાંગર ની રોપણી કરી રાહ જોઈને બેઠેલા જગતના તાત એ ફરી પાછો વિશ્વાસ જગાવી રાહતનો શ્વાસ લીધો હતો. આવનારા બે ત્રણ દિવસોમાં સુધી અમુક વિસ્તારોમાં વરસાદી મોસમ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે.

