ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકાના વણઝી ગામમાં કાર્યરત્ શૈક્ષણીક કાર્ય હેતું તપોવન પાઠશાળા – નર્મદા કેન્દ્ર – વણઝીનાં ૨૯ (ઓગણ ત્રીસ) વિદ્યાર્થિઓઓ જે બાળકોને પ્રાથમિક શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન, પારંપરિક સાંસ્કૃતિ, સાથે પ્રકૃત્તિ બચાવ નાનાં ઇકો ફ્રેન્ડલીની કૌશલ્ય વિકાસ સાથે EMRS અને જવાહર નવોદય સ્કુલ જેવી શાળાઓમાં પ્રવેશ માટે તૈયારીઓ કરાવવામાં આવી રહ્યું છે.

Decision Newsને મળી રહેલી માહિતી મુજબ તપોવન પાઠશાળા – નર્મદા કેન્દ્ર – વણઝીનાં ૨૯ (ઓગણ ત્રીસ) વિદ્યાર્થિઓઓ જે બાળકોને પ્રાથમિક શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન, પારંપરિક સાંસ્કૃતિ, સાથે પ્રકૃત્તિ બચાવ નાનાં ઇકો ફ્રેન્ડલીની કૌશલ્ય વિકાસ સાથે EMRS અને જવાહર નવોદય સ્કુલ જેવી શાળાઓમાં પ્રવેશ માટે તૈયારીઓ કરાવવામાં આવી રહ્યું છે સાથે કેન્દ્ર સંચાલક શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન એસ તડવી જેવાં આ કેન્દ્ર માં સેવાઓ આપી રહ્યાં છે ત્યારે આ અદ્ભુત સેવાનાં ભાગરૂપે NPWF સંસ્થા, ડુમખલ દ્વારા શૈક્ષણીક કીટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

NPWF સંસ્થા અઘ્યક્ષ ભરત એસ તડવી (NVG) એ અંતે જણાવ્યું હતુ કે આ તપોવન પાઠશાળાનાં કેન્દ્રોમાં ખૂબ પૌરાણિક વ્યવસ્થાઓ જેમાં વૃક્ષ નીચે, દેશી ઘરોમાં, ખુલ્લા વાતાવરમાં, પ્રકૃતિના ખોળામાં બાળકોને પ્રાકૃતીક વ્યવસ્થાઓ થી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને આ દરેક બાળકો ખૂબ સામાન્ય વર્ગનાં પરિવારોમાંથી અભ્યાસ કરી રહ્યાં હોવાથી આવનારા દિવસોમાં આ બાળકોને શૈક્ષણીક કીટ, યુનિફોર્મ, સ્કુલ બેગ, પોષ્ટિક અલ્પાહાર જેવી પ્રાથમિક સેવાઓથી સહભાગી બનવાના પ્રયાસ કરવાની લાગણીઓ સાથે કેન્દ્ર સંચાલક અને સહભાગી ટીમને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.