ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ વિકાસના કામો કરે છે ત્યારે આજરોજ ધરમપુરનાં આંતરિયાળ વિસ્તારનાં ભવાડા ગામે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સીવણ કલાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં ખાંડા ગામના સરપંચશ્રી જેસીંગભાઈ, ભવાડા ગામનાં ઉપસરપંચશ્રી રમેશભાઈ ગાયકવાડ, ખાંડા ગામના યુવા કાર્યકર્તા મહેન્દ્રભાઈ ગવળી, ખાંડા ગામનાં ઉપસરપંચશ્રી હરિલાલભાઈ, દિવાળીબેન ટ્રસ્ટનાં સંયોજક સાહેબ ભુપેન્દ્રભાઈ ગવળી, જ્યોતિર્ધર, પઢેર વિજયભાઈ, માહલા સુનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેનમાન બાલુભાઈનું કહેવું કે દિવાળી બેન ટ્રસ્ટ એ સેવાભાવી સંસ્થા છે, આ ટ્રસ્ટ સાથે 2019 માં મુલાકાત થઈ અને ત્યાર બાદ કોરોના મહામારીનાં સમયે અમારા જ આદિવાસી વિસ્તારનાં ગરીબ લોકોને અનાજ કીટ વિતરણ મારી હાજરીમાં કર્યું હતું, અને આ અમારા વિસ્તારનાં જ બહેનો પગભર બને તે માટે તદ્દન મફત સીવણ કલાસ ચાલુ કર્યા, આ જાણી ઘણો આનંદ થાય છે એમ જણાવ્યું અને 7 એટલું જ નહીં બહેનોને માર્ગદર્શન પણ આપ્યું કે સીવણ શીખશો તો ગમે પોતે નિર્ભર બનશો, આ ટ્રસ્ટ તમને ફ્રી માં એટલું આપે તો એનો સદઉપયોગ કરજો.

તાલીમ પામેલ તાલીમાર્થીનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે મશીન ચલાવી પણ સકતા ન હતા, પરંતુ આ ત્રણ મહિનામાં હું બધીજ વસ્તુઓ શીખી ગઈ, આ તાલીમ મળ્યાનું પરિણામ છે, દિવાળીબેન ટ્રસ્ટનાં સાહેબશ્રી, ભાવેશભાઈ પણ હાજર રહ્યા, અને એમણે તાલીમાર્થીઓને ખુબ જ સરસ સમજ આપી અને પગભર થવાની પ્રેરણાદાયક સલાહ આપી.