ધરમપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મતદાતાઓનો મિજાજ જાણવા Decision News દ્વારા ‘ચુંટણી ચર્ચા’ તમામ વિધાનસભા વિસ્તારોમાં કરવાની પહેલ કરવા જઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી આ વખતે નવા નવા નામો લોકચર્ચામાં સંભાળવા મળી રહ્યા છે.
વલસાડ જીલ્લાની અતિ મહત્વની ગણાતી ધરમપુર બેઠક પરથી આદિવાસી સમાજ વર્ષોથી સમાજને એક મંચ પર લાવનાર, સંઘર્ષશીલ અને કર્મઠ વલસાડ જિલ્લા આદિવાસી એકતાના પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરે એવી લોક માંગ ઊઠી રહી છે. એક દિવસ પહેલા જ નવસારીમાં આદિવાસી સમાજના લોકો દ્વારા માલા પ્રોજેક્ટના વિરોધમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધરમપુર અને કપરાડાના મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા ત્યારે તેમાં Decision News દ્વારા લોકોને વિધાનસભા 2022ની ધરમપુરની બેઠક પર આ વખતે તેઓ કોને જોવા માગે છે ? કયા પક્ષને લોકો વધુ પસંદ કરે છે વગેરે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં રેન્ડમલી 30 40 લોકોમાંથી મોટાભાગના લોકોએ વર્ષોથી આદિવાસી સમાજ સાથે સતત કાર્યશીલ એવા પ્રથમ કમલેશભાઈ પટેલ નામ લીધું હતું તેઓ કોઈ પણ પક્ષ નહિ પણ અપક્ષ ઉમેદવારી કરે એવી લોકોની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વલસાડ જિલ્લા આદિવાસી એકતાના પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ વર્ષોથી આદિવાસી એકતા પરિષદ ના સક્રિય કાર્યકર છે. વલસાડ – ડાંગ ના આદિવાસીઓના હકો માટે આંદલનોમા સિંહ ફાળો રહ્યો છે. માટે જ આ વખતે ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરે એવી લોક માંગ ઊઠી રહી છે.

